વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
હળવદના મયુરનગરમાં ચ બનાવતા દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
SHARE









હળવદના મયુરનગરમાં ચ બનાવતા દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
હળવદ તાલુકાના મયુર નગર ગામે રહેતો યુવાન પોતાના ઘરે સવારે ચા બનાવતો હતો ત્યારે દાઝી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મયુર નગર ગામે રહેતા કાળુભાઈ જહાભાઈ કલોતરા (ઉંમર ૪૦) પોતાના ઘરે ગત તારીખ ૧૩/૨ ના રોજ પોતાના ઘરે સવારે ચા બનાવતા હતા ત્યારે ચા બનાવતા સમયે દાઝી જવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ફિનાઇલ પી લીધું
મોરબી નજીકના વાવડી ગામ પાસે આવેલ વાટીકા સોસાયટીની અંદર રહેતા ભાવનાબેન સુનિલભાઈ ચાવડા (ઉંમર ૨૮) પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ આવતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
