મોરબીના લાલપર નજીક કારખાનામાં કન્વે માથા ઉપર પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE









મોરબીના લાલપર નજીક કારખાનામાં કન્વે માથા ઉપર પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સિરામિકના કારખાનામાં કામગીરી દરમિયાન માથા ઉપર કન્વે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ યુવી ટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં કામગીરી દરમિયાન પ્રદીપભાઈ રુદ્રાધરભાઈ દુબે (ઉંમર ૧૯) નામના યુવાનના માથા ઉપર કન્વે પડતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂની ભઠ્ઠી
મોરબી તાલુકાના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયતની પાછળના ભાગમાં આવેલા મકાન અંદર દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ઝડપાઇ હતી અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો૧૦૦ લિટર આથો, ૨૫ લિટર દારૂ તથા અન્ય સાધન સામગ્રી મળીને કુલ ૨૩૦૦ રૂપિયાનો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો અને રવિભાઈ છનાભાઇ ઝૉલપરા જાતે કોળી (ઉંમર ૨૨) તેમજ બાબુભાઈ છગનભાઈ કોળી (ઉંમર ૩૭) રહે બંને જાંબુડીયા વાળાની ધરપકડ કરેલ છે
દેશી દારૂની ભઠ્ઠી
વાંકાનેર તાલુકાના વીરપર ગામે ગામના છના રામુ કોળીની વાડીની બાજુમાં ખારાની વાડી વિસ્તારમાં આવેલ પડતર વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો સાડા છ સો લીટર આથો મળી આવ્યો હતો તેમજ ૨૫ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો માટે પોલીસે ૯૨૬૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને રોહિત દિનેશભાઈ કોળી રહે. વીરપર વાળા માલ હોવાનું સામે આવ્યું હોય તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે
