મોરબી-વાંકાનેરમાં ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે કેમ્પ યોજાશે
મોરબીમાં સગીરાને શારીરિક અડપલા કરનાર આરોપીને કોર્ટે સાત વર્ષની સજા અને દંડ ફટકર્યો
SHARE









મોરબીમાં સગીરાને શારીરિક અડપલા કરનાર આરોપીને કોર્ટે સાત વર્ષની સજા અને દંડ ફટકર્યો
મોરબીમાં કૌટુંબિક સગાએ સગીરાને શારીરિક અડપલા કર્યા હતા જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને સાત વર્ષની સજા અને દંડ ફટકર્યો છે અને ભોગ બનનારને રૂપિયા દોઢ લાખ વળતર આપવા માટેનો હુકમ કર્યો છે.
.
મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં સગીરાની માતાએ કૌટુંબિક નણદોયા ખાનભાઈ ઉર્ફે ભગવાનજીભાઈ વધોરા રહે. બૌદ્ધનગર નઝરબાગ રેલ્વે સ્ટેશન વાળા સામે ફરિયાદી નોંધાવી હતી અને આરોપીએ તેની સગીર વયની દીકરી સાથે શારીરિક ચેનચાળા કરીને અડપલા કર્યા હતા જે તેઓ જોઈ ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ એમ.કે. ઉપાધ્યાયએ આરોપી ખાનભાઈ ઉર્ફે ભગવાનજી વધોરાને ૭ વર્ષની સજા અને ૧૦ હજાર દંડ કર્યો છે અને ભોગ બનનાર સગીરાને વળતર સ્કીમ હેઠળ ૧.૫૦ લાખ ચુકવવા આદેશ કર્યો છે
