મોરબી જિલ્લાના ખેડૂતો પાક મુલ્યવૃદ્ધિ માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
મોરબી-વાંકાનેરમાં ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે કેમ્પ યોજાશે
SHARE









મોરબી-વાંકાનેરમાં ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે કેમ્પ યોજાશે
મોરબી જીલ્લાના ખાદ્યચીજના તમામ ઉત્પાદકો, પેકર્સ, હોલસેલર્સ, રેટેઈલર્સ, સંગ્રાહકો, ફેરીયાઓ, કોલ્ડ સ્ટોરેજ ધારકો, હોટલ, રેસ્ટોરન્ટ, ડીસ્ટ્રીબ્યુટર્સ, ટ્રાન્સ્પોર્ટર્સ વગેરે કે જેઓ ખાદ્યચીજના વેપાર સાથે સંકળાયેલ હોય તેઓ તમામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ ના કાયદા હેઠળ ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું ફરજિયાત હોય છે તે માટે ડેઝીગ્નેટેડ ઓફીસરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મોરબી દ્વારા તા. ૪/૩ ના રોજ તાલુકા પંચાયત વાંકાનેર ખાતે સવારે ૧૦-૦૦ કલાકથી અને તા. ૨/૩ અને તા. ૮/૩ ના રોજ મોરબી ટાઉનહોલ ખાતે સવારે ૧૦-૦૦ કલાકથી કેમ્પ યોજાશે જેમાં કચેરીના જ કર્મચારીઓ અને અધિકારી દ્વારા ઓનલાઈન અરજી સ્થળ પર જ કરીને સ્થળ પર જ વેપારીઓને ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવશે.
આમાં ૧૨ લાખથી ઓછાં વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ મેળવવાનું રહેશે અને ૧૨ લાખ કરતાં વધારે વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ ફુડ લાયસન્સ મેળવવાનું રહેશે. ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટે ધંધાના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, ધંધાના માલિકનું આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સ (રહેઠાણના પુરાવાવાળું), ધંધાના સ્થળનો માલીકી કે ભાડુઆતી પુરાવો (લાઈટબીલ / વેરાપાવતી / ભાડા કારાર વ.), ધંધાના વાર્ષિક ટર્નઓવર અંગેનો પુરાવો, ધંધાના માલિકનું મેઈલ આઈ ડી. વગેરે પુરાવા રજુ કરવાના રહેશે. ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટે ફી ની રકમ એક વર્ષ માટે ૧૦૦/- મહત્તમ પાંચ વર્ષની ફી રૂ. ૫૦૦/- ભરી શકાશે અને ફી ઓનલાઈન ગુગલ પે / ફોન પે વ. થી ભરી શકાશે જયારે સ્ટેટ ફુડ લાયસન્સ માટે ફી ની રકમ એક વર્ષ માટે ૨૦૦૦/-, ૩૦૦૦/- અથવા રૂ. ૫૦૦૦/- ધંધાની કેટેગરી મુજબ હોય છે જે પણ વધુમાં વધુ પંચા વર્ષની ભરી શકાય છે વધારે માહિતી માટે ડેઝીગ્નટેડ ઓફીસરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બ્લોક-સી, બીજો માળ, રૂમ નં. ૨૨૯-૨૩૦, મુખ્ય સેવા સદન, સો ઓરડી વિસ્તાર સામાકાંઠે મોરબીની કચેરીનો રૂબરૂ સંપર્ક તેમજ ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૦૧૩ પર કરી શકાશે.
