મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી તમંચા- કારતુસ સાથે એક પકડાયો
SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી તમંચા- કારતુસ સાથે એક પકડાયો
મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાંથી હથિયાર સાથે આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે એલસીબીના નીરવ મકવાણા અને ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે મોરબી નજીકની મહેન્દ્રનગર ચોકડી પાસેથી એલસીબીની ટીમ વોચમાં હતી ત્યારે ત્યાંથી નીકળેલા દીનેશભાઈ ખીમજીભાઈ ભટ્ટી જાતે આહિરા વાણંદ (ઉ.૨૮) રહે. ભડિયાદ કાંટા પાસે મોરબી વાળાને દેશી હાથ બનાવટના એક તમંચા અને બે જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો અને આ આરોપી કોની પાસેથી હથિયાર લાવેલ છે અને શા માટે તેની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના મારામારીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી શકીલ ઉર્ફે બાપુડી સતારભાઈ કાદરી (ઉ.૨૪) ને અયોધ્યાપુરી રોડ ઉપરથી ઝડપી લીધેલ છે અને તેને આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવેલ છે.
