મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી તમંચા- કારતુસ સાથે એક પકડાયો
મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખની ચુંટણીમાં બે ઉમેદવારો મેદાનમાં : હરેશભાઈ તરફે વન-વે જેવો ઘાટ
SHARE









મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખની ચુંટણીમાં બે ઉમેદવારો મેદાનમાં : હરેશભાઈ તરફે વન-વે જેવો ઘાટ
મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ માટે ત્રણ આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે જો કે વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ઉમેદવારો પોતાનું શક્તિ પ્રદર્શન કરતાં હોય છે તેવી જ રીતે આ ચૂંટણી માટે મિટિંગો કરવામાં આવી હતી અને ત્રણમાંથી એક ફોર્મ ગઇકાલે સાંજે પાછું ખેંચી લેવામાં આવેલ છે જો કે, હજુ બે ઉમેદવાર મેદાનમાં હોવાથી ચૂંટણી યોજાશે તે નિશ્ચિત થઈ ગયું છે પરંતુ સિરામિક ઉદ્યોગકારોના વર્તુળો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ ચુંટણીમાં હરેશભાઈ બોપલિયા તરફે વન-વે વોટિંગ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
મોરબી સિરામિક વોલ એસો.ના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયાએ સ્વૈચ્છિક રાજીનામું મૂકયુ છે જેથી હાલમાં વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે અને આ ચૂંટણી માટે મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલિયા, પ્રદીપભાઈ કાવઠીયા અને ચતુરભાઈ પાડલિયા દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી જેમાંથી ગઇકાલે ચતુરભાઈ પાડલિયાએ પોતાની ઉમેદવારી પછી ખેચી લીધેલ છે જેથી કરીને આ ચૂંટણીમાં હરેશભાઈ બોપલિયા અને પ્રદીપભાઈ કાવઠીયા વચ્ચે સીધી જ ટક્કર થવાની છે અને હાલમાં ઉમેદવારો ચુંટણીમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ખાસ કરીને વિધાનસભા ચૂંટણીમાં જે રીતે મતદારોને રિજવવા માટે મિટિંગો અને બેઠકો કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં ઉદ્યોગકારોની સાથે ઉમેદવારો દ્વારા બેઠકો અને મિટિંગો કરવામાં આવી રહી છે જો કે, સિરામિક ઉદ્યોગકારોના વર્તુળો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હરેશભાઈ બોપલિયા છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક એસો.માં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને ટ્રેડના પ્રશ્નો ઉકેલાય તે માટે ઘણી રજૂઆતો અને કામગીરી કરેલ છે અને તેઓની પાસે એસો.નું કામ કરવા માટેનો અનુભવ પણ છે જેથી કરીને આ ચુંટણીમાં હરેશભાઈ બોપલિયા તરફે વન-વે વોટિંગ થાય તેવા સંકેતો મળી રહ્યા છે જો કે, ચુંટણીમાં વનવે જેવો માહોલ છે ત્યારે હરીફ ઉમેદવાર હજુ પણ પોતાની ઉમેદવારી પરત ખેચી લે તો વર્ષોથી જે રીતે વગર ચૂંટણીએ સર્વાનુમતે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નક્કી કરવામાં આવે છે તે પ્રથા જળવાઈ રહે તેવી શક્યતા છે પરંતુ હાલના સંજોગોમાં ચૂંટણી થાય તેવી પૂરેપુરી શક્યતા છે.
