મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE







મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં આવેલ ઓરડીની અંદર રહેતા મૂળ યુપીના રહેવાસી યુવાને કોઈ કારણોસર પોતાની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરની અંદર અમિતભાઈ પરમારની ઓરડીમાં કાકાના દિકરાની સાથે ભાડે રહેતા પીયૂષભાઈ કોમલસિંગ યાદવ જાતે આહીર (ઉંમર ૧૮) એ પોતાની ઓરડીમાં કોઈ કારણસર દોરડા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને આપઘાતના બનાવની જીતુભાઇ રામજીભાઇ ગોહિલએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News