મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્નના કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારી


SHARE

















મોરબીમાં ચેક રીટર્નના કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારી

મોરબીની ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ.એન.વોરાની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં મહત્વનો ચુકાદો આપીને આરોપીને સજા ફટકારી છે

આ કેસની માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી તાલુકાના નાની વાવડીમાં રહેતા મનજીભાઈ ડાયાભાઈ પડસુંબીયાએ ૨૦૧૪ માં મોરબીના જીજ્ઞેશગીરી વિનોદગીરી ગોસ્વામી પાસેથી અંગત જરૂરીયાત માટે સંબંધના દાવે ૪,૨૫,૦૦૦ હાથ ઉછીના લીધેલ હતા જે રકમ પરત આપવા માટે મનજીભાઈએ ૪,૨૫,૦૦૦ નો ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થયો હતો જેથી જીજ્ઞેશભાઈએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એકટની કલમ ૧૩૮ અન્વયે મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ૨૦૧૪ માં દાખલ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા મોરબીના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની બમણી રકમ એટલે કે ૮,૫૦,૦૦૦ નો દંડ કર્યો છે અને દંડની ૨કમ ચૂકવવામાં આવે તો બીજા ૯૦ દિવસની કેદની સજાનો હુકમ કરેલ છે અને દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ તથા ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજની રકમ ચૂકવી આપવાનો આદેશ કરેલ છે આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગભાઈ ડી.કારીઆ તથા રવિભાઈ કે.કારીયા રોકાયેલ હતા.




Latest News