વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી સમસ્યાઓથી ઘેરાયું અને ભ્રષ્ટાચારથી ખદબદે છે પાલિકા: રમેશભાઈ રબારી


SHARE







મોરબી સમસ્યાઓથી ઘેરાયું અને ભ્રષ્ટાચારથી ખદબદે છે પાલિકા: રમેશભાઈ રબારી

મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકામાં પ્રજાએ ભાજપને બાવન સદસ્ય સાથે શાસન સોપિયુંએ માટે કે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ સારી મળશે. જો કે, ભાજપ શાસિત પાલિકાની અંદરો અંદરની લડાઇ અને અણઆવડતને કારણે મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા મળતી નથી જેથી લોકો હેરાન છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે

મોરબીમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશ રબારીએ મોરબી પાલિકાના શાસન સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને ગંભીર આક્ષેપ પણ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, એ ગ્રેડની પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે તો પણ શહેરના મેઈન રોડ ઉપર મસ મોટા ખાડા છે ?, રોડ રસ્તા ઉપર થીગડાં લગાવી રોડની કાયા પલટ કરી નાખી ?, કોઈનું કામ થતું નથી ?, શેરી ગલીમાં અંધકાર ?, ઉભરાતી ગટર ?, કચરાના ઢગલા ?, પીવાના પાણી સાથે ભૂગર્ભ ગટરના પાણી ? વચ્ચે ભ્રષ્ટાચારથી પાલિકા ખદબદે છે અને અંગત કામ સિવાય કોઈ પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતા નથી આટલું જ નહીં પાલિકા લોકોને સેવા આપવામાં નિષ્ફળ ગયેલ છે અને સાચા ખોટા બિલ ચૂકવવામાં આવે છે અને પાલિકાના કર્મચારી બિલમાં સહી ન કરે તો તેની બદલી કરી નાખવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો છે




Latest News