વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમા બાળકો અને વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વિકાસ કેમ્પનુ આયોજન


SHARE







મોરબીમા બાળકો અને વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વિકાસ કેમ્પનુ આયોજન

મોરબીની જાહેર જનતાને યાદીમાં જણાવવામાં આવેલ છે કે મોરબી શહેરમાં આગીમી તા.૧૫-૩ થી ત્રણ મહિનાનો બાળકો અને વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલોપ્મેન્ટ કેમ્પ (કૌશલ્ય વિકાસ કેમ્પ) શરૂ થઈ રહ્યો છે.જેમા નિષ્ણાંતો દ્વારા બાળકોને સેલ્ફ ડિફેન્સ, ડાન્સ, જિમ્નેસ્ટિક, કોમ્પ્યુટર સાયન્સ, સ્પોકન ઈંગ્લિશ તેમજ ફીલ્ડની નિઃશુલ્ક પણે તાલિમ આપવામા આવશે.કેમ્પ દરમિયાન વિવિધ ફિલ્ડના અનુભવીઓ દ્વારા સેમિનાર અને સેસન્સ દ્વારા પણ ઉચ્ચ તાલીમ અને  યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને આગામી સેસન્સમા પોતાનુ યોગદાન આપવા ઇચ્છતા લોકોએ નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.વધુમાં જણાવાયા મુજબ વર્ષ ૨૦૧૭ થી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી એજ્યુકેશન એન્ડ સોશ્યલ અવેરનેશ અભિયાન કાર્યરત છે.આગામી સમયમાં મોરબી સહિત બીજા ચાર શહેરો રાજકોટ, અમદાવાદ, હળવદ અને જુનાગઢમાં પણ મહત્ત્વના વર્કશોપ, કેમ્પ અને ઈનોવેટીવ સેસન્સ થવાના છે.તો આ અભિયાનમા બીજા ટીચર્સ, વિવિધ અગ્રણી ફિલ્ડના આર્ટિસ્ટ, સોશિયલ વર્ક્સ અને પોતાનુ યોગદાન આપવા ઇચ્છતા લોકોએ મોબાઇલ નંબર 79845 17111 અથવા  84697 61085 ઉપર સંપર્ક કરવો.સંસ્થા મોરબીની અવની ચોકડી કેનાલ રોડ પાટીદાર શોપીંગ સેન્ટરમાં કાર્યરત છે.




Latest News