વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ગળેફાંસો ખાઇ જતાં યુવતીનું મોત


SHARE







મોરબીમાં ગળેફાંસો ખાઇ જતાં યુવતીનું મોત

મોરબીના સામાકાંઠે આવેલા પાવનપાર્ક વિસ્તારમાં હાલમાં ભાડાના મકાનમાં રહેતી અને મૂળ જોડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારની ગરાસીયા યુવતીએ ગઇકાલે સાંજે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે આવેલ પાવન પાર્ક શેરી નંબર-૧ માં હિરેન હરજીવનભાઇ પરમારના મકાનમાં ભાડે રહેતી અને મૂળ જામનગરના જોડીયા તાલુકાના ખીરી ગામની વતની દિવ્યાબા રામદેવસિંહ પથુભા જાડેજા નામની ૨૦ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર તેના પાવનપાર્કના રહેણાંક મકાનમાં પંખા સાથે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેણીનું મોત નિપજતાં મૃતદેહને પીએમ અર્થે અહીંની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે મૃતકના કૌટુંબિક કાકા બાપાલાલ જોરૂભા જાડેજા દરબાર (૪૨) રહે.અરૂણોદયનગર સામાકાંઠે મોરબી-૨ વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસ મથકના જે.એમ.જાડેજાએ હાલમાં દિવ્યાબા રામદેવસિંહ જાડેજાના મોત અંગે નોંધ કરીને કયા કારણોસર તેણીને અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે મૃતક દિવ્યાબા તેમની અન્ય ચાર બહેનપણીઓ સાથે મોરબીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા અને મોરબીમાં કામકાજ કરતા હતા.તેઓની અન્ય બે બહેનપણી કારખાનામાં નોકરીએ ગયેલી હતી અને અન્ય બે યુવતીઓ ખરીદી માટે બહાર ગઈ હતી તે દરમિયાન રૂમમાં એકલા દિવ્યાબાએ અંતિમ પગલું ભરી લીધું હતું.તેઓને છાતીના દુખાવાની કોઈ તકલીફ હોય તેની દવા ચાલુ હતી તેવી હાલ પ્રાથમિક માહિતી મળી છે જોકે ખરા કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છોકરાઓની તકરારમાં મારામારી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પુનમભાઈ મનુભાઈ દેવીપુજક નામના ૨૫ વર્ષેીય યુવાનને છોકરાઓની તકરારમાં તેમના ફુવા સંજયભાઈ સાથે બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઈજા થતાં પૂનમભાઈને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરા વિસ્તારમાં મુન્નાભાઈ સલીમભાઈ મન્સૂરી નામના એકવીસ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવારમાં સિવિલે ખસેડાયો હતો ઇજાગ્રસ્ત પોતાના બા ની સાથે ઝઘડો કરતો હોય તેના ભાઈએ 'બા સાથે કેમ બોલાચાલી કરે છે..?' તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ થયેલ મારામારીમાં ઈજા થતાં મુન્ના મન્સૂરીને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા સુનીલ અવચર બારૈયા નામના ૨૨ વર્ષીય યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવારમાં સિવિલે લાવવામાં આવ્યો હતો.




Latest News