મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા


SHARE







મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા

મોરબી જીલ્લામાં ચણાને ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૧૩,૬૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને આજથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ટેકાના ભાવેથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ખેડૂતોના ચણાની ટેકાના ભાવે મોરબી માર્કેટ યાર્ડ સહિત જીલ્લામાં કુલ મળીને ત્રણ સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

વર્તમાન સમયમાં યાર્ડના ખુલ્લા માર્કેટમાં ચણા ખેડૂતો વેચી રહ્યા છે તેના કરતાં વધુ ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેથી કરીને ખેડૂતો મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તેની લાંબા સમયથી ખેડૂતો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે મોરબી જીલ્લામાં મોરબી માર્કેટ યાર્ડ, હળવદ માર્કેટ યાર્ડ અને ટંકારા ખાતે જીનમાં ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાંથી ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને ૧૩,૬૦૦ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને આ ખેડૂતો પાસેથી વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી લેવામાં આવે તે જરૂરી હતું ત્યારે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોમાંથી દરરોજના ૧૦૦ જેટલા ખેડૂતોને દરેક સેન્ટર ઉપર બોલાવીને તેના ચણાની ખરીદી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અને કોઇપણ ખેડૂતના ચણા રીજેક્ટ ન કરવામાં આવે તે રીતે ખરીદીની પ્રક્રિયા કરવામાં આવે તેની પણ અધિકારીઓને કાળજી રાખવા માટે મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો સૂચના આપી છે 

રાજકોટ સાંસદ મોહાનભાઈ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, આજની તારીખે ખુલ્લા માર્કેટમાં ખેડૂતો તેનો ચણાનો માલ વેચવા માટે જાય તો વધુમાં વધુ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા ભાવ આવે છે જો કે, સરકાર દ્વારા ગુજકો માર્સલના નેજા હેઠળ ખેડૂતો પાસેથી ૧૧૪૩ રૂપિયાના ભાવથી ટેકના ભાવે ચણાની ખરીદી શરૂ કરેલ છે જેથી કરીને ખેડૂતોને તેના માલનો પૂરો ભાવ મળશે સાથોસાથ ખુલ્લા બજારમાં પણ ચણાના ભાવમાં વધારો થશે જેથી કરીને ખેડૂતોને પોતાના માલનો સારો ભાવ મળશે આ તકે યાર્ડના ચેરમેન ભાવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી જીલા પંચાયતના માજી પ્રમુખ અને યાર્ડના ડિરેક્ટર કેશુભાઈ રૈયાણી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News