મોરબી રહેવા આવવાની વાતને લઇને વનાળિયા ગામે કૂવામાં ઝંપલાવતા પરિણીતાનું મોત
વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો
SHARE









વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો
વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસેથી પસાર થતાં યુવાનને અગાઉ કુટુંબીક ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને લોખંડના કેરિયર વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા હસનભાઇ ઈશાભાઇ જીંદાણી જાતે મતવા (ઉ.૩૨) વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસે હતા ત્યારે તેની સાથે ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો મોહનભાઈ ભરવાડ તેમજ અનિલભાઈ બુટાભાઈ લામકા રહે. ભરવાડપરા વાંકાનેર વાળાએ માથાકૂટ કરી હતી અને ત્યારે ઘનશ્યામભાઈએ તેને લોખંડના પાઇપ વડે અને અનિલભાઈ લોખંડના કેરિયર વડે માથામાં અને હાથે-પગે ઇજાઓ કરી હતી જેથી કરીને હસનભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં હસનભાઈ જીંદાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલા આરોપીઓના કૌટુંબિક ભાઈ રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયો હતો તે બાબતનો રોષ રાખીને હાલમાં આ બંને શખ્સોએ તેને માર મારેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
