વાંકાનેરમાં યુવાને અગાઉ ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા બે શખ્સોએ માર માર્યો
મોરબી રહેવા આવવાની વાતને લઇને વનાળિયા ગામે કૂવામાં ઝંપલાવતા પરિણીતાનું મોત
SHARE









મોરબી રહેવા આવવાની વાતને લઇને વનાળિયા ગામે કૂવામાં ઝંપલાવતા પરિણીતાનું મોત
મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતી પરિણીતાનો મૃતદેહ ગામની સીમમાં આવેલ કૂવામાંથી મળી આવ્યો હતો જેથી કરીને તેણીના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી જેમાં ખૂલ્યું હતું કે મોરબી રહેવા આવવાની વાતને લઈને પતિ અને પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી થતી માથાકૂટમાં સવારે ઘરમાંથી નીકળી ગયા બાદ પરિણીતાનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના વનાળિયા(શારદાનગર) ગામે રહેતા ઉપેન્દ્રભાઈ રામજીભાઈ વિલપરા જાતે પટેલના પત્ની હર્ષિદાબેન (ઉમર ૩૭) નો મૃતદેહ ગામની સીમમાં આવેલ કૂવામાંથી મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મથકવા એન.જે.ખડીયા અને દિલીપભાઇ ગેડાણીએ બનાવની નોંધ કરીને આગળની તપાસ ધરી હતી.વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વનાળિયા ગામના રહેવાસી હર્ષિદાબેન વિલપરા ઘણા સમયથી મોરબી રહેવા જવા માટે તેમના પતિ અને પરિવારને જણાવતા હતા પરંતુ પતિએ કહ્યું હતું કે ઘરનું મકાન મોરબી ખાતે લઇએ તે પછી મોરબી રહેવા જઅશુ માટે હાલ મોરબી જવું નથી અને આ વાતને લઇને છેલ્લા ઘણા સમયથી પતિ અને પરિવાર સાથે નાની-મોટી બોલાચાલીના બનાવ બનતા હતા.તે દરમિયાનમાં ગઈકાલે સવારના મૃતક મહિલા ઘરેથી નીકળી ગયા બાદ સાંજના તેનો મૃતદેહ સીમમાં આવેલ કૂવામાંથી મળી આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી નજીક નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે રહેતા મહેન્દ્રભાઈ હીરજીભાઈ સાદરીયા બાઇક લઇને રાજકોટ હાઇવે ઉપરથી જતા હતા ત્યારે મોરબી અને ટંકારા વચ્ચે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈ હિરજીભાઇ સાદરીયાને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીની માધાપર શેરી નંબર-૪ માં રહેતા અર્જુનભાઇ મકનભાઈ કણજારીયા નામના ૫૭ વર્ષીય આધેડ બાઇક લઇને રવાપર રોડ ઉપરથી જતા હતા જે દરમિયાન તેમનું બાઇક પણ સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત અર્જુનભાઈ કણજારીયાને સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ શેરી નંબર-૪ માં રહેતો કરણ મનોજભાઈ ભોજવીયા નામનો ૧૮ વર્ષીય યુવાન સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે મહેન્દ્રનગરના બસ સ્ટેશન પાસે તેનું બાઇક પણ સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત કરણ ભોજવીયાને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
