મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિર દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો વધુ ૩૨૩ દર્દીઓએ લાભ લીધો


SHARE











મોરબીના જલારામ મંદિર દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો વધુ ૩૨૩ દર્દીઓએ લાભ લીધો

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે કેમ્પ યોજાયો હતો જેનો વધુ ૩૨૩ દર્દીઓએ લાભ લીધો હતો અને તે ઉપરાંત ૧૫૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા હતા

રાજકોટના રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, હસુભાઈ પંડિત, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી

દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. અને આ કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા માટે સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૬ માસ  દરમિયાન યોજાયેલ કેમ્પનો કુલ ૨૪૫૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૧૪૫ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પમા કુલ ૩૨૩ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ કુલ ૧૫૭  લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા હતા.






Latest News