મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીના ઘનશ્યામગઢ ગામનો બનાવ : પરિવારનું ધ્યાન રાખજો કરીને યુવાને વાડીએ દવા પી લેતા સારવારમાં


SHARE







મોરબીના ઘનશ્યામગઢ ગામનો બનાવ : પરિવારનું ધ્યાન રાખજો કરીને યુવાને વાડીએ દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે વાડી વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો છે અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવાને પોતાના મોરબી રહેતા કૌટુંબીક ભાઈને 'મારા પરિવારનું ધ્યાન રાખજો' એમ કહીને ફોન કર્યા બાદ ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા મહેશભાઈ અંબારામભાઈ સંઘાણી નામના ૪૬ વર્ષીય યુવાને વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા તેમજ રાઇટર મિલનભાઈએ પ્રાથમિક તપાસ કરતા ખુલ્યુ હતું કે મહેશભાઈ સંઘાણીએ તેમના મોરબી રહેતા કોઈ કૌટુંબિક ભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે "મારા ઘરનું ધ્યાન રાખજો" એમ કહીને પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને હાલ બેભાન હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવેલા છે અને હાલ તેઓ બેભાન બોય બનાવનું કારણ સામે આવેલ નથી.બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્રારા હળવદ પોલીસને જાણ કરવા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

જામકંડોરણા પાસેના ખજૂરડા ગામના ગીતાબેન વિજયભાઈ હાંસલિયા (ઉમર ૪૪) અને ભવ્ય વિજયભાઈ હાંસલિયા (ઉમર ૧૧) ને ભાયાવદરથી ઉપલેટા જતા સમયે બાઇકનો બોલેરો કાર સાથે વાહન અકસ્માતનો બનાવ બનતા તેમાં ઇજાઓ થવાથી સારવાર માટે માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.જયારે હળવદના આંબેડકરનગર વિસ્તારમાં રહેતો દેવ હસમુખભાઈ પરમાર નામનો ૧૧ વર્ષીય બાળક બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત દેવ પરમારને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News