મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

માળીયા(મી) હાઈવે ઉપર વોલ્વો એસટી સાથે ડમ્પર અથડાતાં વાહનમાં નુકશાન


SHARE







માળીયા(મી) હાઈવે ઉપર વોલ્વો એસટી સાથે ડમ્પર અથડાતાં વાહનમાં નુકશાન

માળીયા કંડલા હાઈવે ઉપર સુરજબારી પુલથી આગળના ભાગમાં માળીયા તરફ આવતા રોડ ઉપર ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને વોલ્વો એસટી અને ટ્રેલર અડફેટે લેતા બંને વાહનમાં નુકશાની થયેલ હતી જેથી વોલ્વો એસટીના ચાલકે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના તળાજા રોડ ઉપરથી શિવ નગરમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતાં મયુરસિંહ યોગેન્દ્રસિંહ ઝાલા (ઉંમર ૨૯) એ હાલમાં ડમ્પર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૭૫૪૪ ના ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ડમ્પર ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવીને તેની આગળના ભાગમાં જઈ રહેલી ટ્રેલરમાં પહેલાં પોતાનું વાહન અથડાવ્યું હતું અને ત્યારબાદ વોલ્વો એસટી નંબર જી.જે. ૭ વાયઝેડ ૬૮૧૭ માં સમપર અથડાવ્યું હતું જેથી કરીને ટ્રેલર અને એસટીમાં નુકસાની થઈ હતી માટે હાલમાં મયુરસિંહ ઝાલા નોંધાવેલી ફરિયાદના આધારે માળિયા તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આરોપી પકડાયો 

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે હળવદના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી પપ્પુ ઉર્ફે રાધે ઉર્ફે કિશન નવઘણભાઇ રાતડીયા રહે. મૂળ ગાગોદર તાલુકો રાપર હાલ રહે જેતપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને હળવદ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.






Latest News