મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા ! મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા આદિવાસી યુવાને ગઇકાલે સાંજના સમયે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તેમજ માળીયા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા ગોરધનભાઇ દિવાળીયાભાઇ રાઠવા જાતે આદિવાસી નામના ૨૦ વર્ષીય યુવાને ગઈકાલે તા.૮-૩ ના સાંજેના સમયે ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત નાજુક જણાતાં તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે તા.૯-૩ ના વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં ગોરધનભાઈ દિવાળીયાભાઈ રાઠવા જાતે આદિવાસી નામના ૨૦ વર્ષીય મજુર યુવાનનું મોત નીપજયું હતું. હાલ બનાવ અંગે જાણ થતાં માળીયા પોલીસ મથકના રણજીતભાઈ ગઢવીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા મીંયાણામાં કેરોસીન પી જતા પરણિતા સારવારમાં

માળિયા મિંયાણા ખાતે રહેતી પરિણીતાએ કેરોસીન પી લેતા તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયામાં રહેતા નજમાબેન યુસુફભાઈ માલાણી નામની ૨૮ વર્ષીય પરિણીતા કેરોસીન પી જતા તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને બનાવને પગલે એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે નજમાબેન હાલ તેના માવતરને ત્યારે રીષામણે હોય અને પતિ સંતાનને મળવા દેતા ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું હાલ પોલીસને બનાવની જાણ થતાં બીજ જમાદાર ગીરીશભાઈ મારૂણીયાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માનસર ગામે રહેતો વૃતિક રામજીભાઈ કલોત્રા નામનો ૧૮ વર્ષીય યુવાન શાળાએથી ઘરે જતો હતો ત્યારે ઘર પાસેની શેરીમાં શક્તિ માતાના મંદિર નજીક રસ્તામાં બાઈકની આડે કુતરૂ આડુ ઉતરતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી વૃતિકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કબીર ટેકરી વિસ્તાર નજીક રહેતા નુરમામદભાઈ જુસબભાઇ કટીયા નામના ૩૭ વર્ષીય યુવાનનું બાઇક નાલા પાસે સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો.પોલીસે બંને બનાવોની અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.






Latest News