મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા


SHARE

















મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબી તાલુકાના જેતપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે રેડ કરતાં જાહેરમાં જુગાર રમી રહેલા છ ઇસમોની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોડીરાત્રીના મોરબી તાલુકાના જેતપર ગામે રેડ કરવામાં આવી હતી જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા લાલજી ધનજી સાંતલીયા, જયંતિ વેરસી માલણીયાત, મનસુખ ધરમસી માલણીયાત, જગદીશ માવજી ઢવાણીયા, લાલજી અમરસી માલણીયાત અને મૂળજી ધના પરમાર નામના છ ઈસમો રહે.બધા જેતપર (મચ્છુ) તા.જી.મોરબી વાળાઓની રોકડા રૂપિયા ૧૦,૧૫૦ સાથે ધરપકડ કરવામાં આવેલી છે.

નાસી છુટેલા જુગારીઓ પકડાયા

મોરબી તાલુકા પોલીસે ખાનપર ગામની સીમમાં જુગારની રેડ કરી હતી જ્યાં ઝાડની નીચે જાહેરમાં જુગાર રમતા અગીયાર પૈકીના નવને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવ્યા હતા જયારે તકનો લાભ લઈને કિશોર રૂગનાથ જીવાણી હાલ રહે મોરબી મૂળ રહે.ખાનપર અને ઇબ્રાહીમ ઉર્ફે ઇભુ ગુલાબ ચૌહાણ રહે.નેસડા(ટંકારા) નાસી છૂટયા હતા જે બંનેને મોરબી તાલુકા પોલીસ સ્ટાફે પકડી પાડયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે લાલબાગ સેવાસદનની પાછળ રોટરી નગર ૯૭ નંબરમાં રહેતા વિજય બાબુભાઇ કુંઢીયા જાતે કોળી નામના ૪૫ વર્ષીય યુવાનને લાલબાગ સેવાસદનમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના નાનાભેલા ગામના રહેવાસી દુર્લભજીભાઈ જસમતભાઈ કાવર નામના ૫૬ વર્ષીય આધેડ મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા એક્ટીવાના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા દુર્લભજીભાઈ કાવરને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News