મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો નવયુગ સંકુલ ખાતે અભ્યાસ વર્ગ યોજાશે
લો બોલો, સરકારે ટોલ ફ્રી કરેલા ટોલનાકા ઉપરથી પસાર થયેલ મોરબીની કારનો ટોલ ટેક્સ કપાયો !
SHARE









લો બોલો, સરકારે ટોલ ફ્રી કરેલા ટોલનાકા ઉપરથી પસાર થયેલ મોરબીની કારનો ટોલ ટેક્સ કપાયો !
ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર આવેલા ટોલનાકા પરથી ગાડી પસાર થઈ ન હોય તેમ છતાં પણ ઘણા બધા લોકોના એકાઉન્ટમાંથી ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જતા હોય છે આવી માહિતી સામે આવતી હોય છે તેવામાં આજે મોરબીની અંદર રહેતા વ્યક્તિની ગાડી મોરબી અમદાવાદ હાઈવે ઉપર આવેલ માલવણ ટોલનાકા પાસેથી પસાર થઈ હતી જોકે માલવણ ટોલનાકા ઉપર કારનો ટોલ ટેક્સ લેવામાં આવતો નથી તેમ છતાં પણ તેઓના એકાઉન્ટમાંથી ૧૩૦ રૂપિયા કારની આવક-જાવકના કપાઈ ગયા છે !
અગાઉ ઘણી વખત મોરબીના લોકોની ગાડી ગેરેજમાં પડેલી હોય અથવા તો પોતાના ઘરે પડી હોય અને તેઓની ગાડીના ટોલ ટેક્સના રૂપિયા જુદા જુદા ટોલનાકા ઉપરથી કપાયા હોય તેવી માહિતી સામે આવી જ છે ત્યારે ગુજરાત સરકારમાં જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા ત્યારે રાજ્ય સરકાર હસ્તકના રોડ ઉપર આવતા તમામ ટોલનાકા ઉપરથી ટોલટેક્ષ નાબુદ કરવામાં આવ્યો હતો જેથી મોરબી અમદાવાદ હાઇવે ઉપર આવતા માલવણ ગામ પાસેના માલવણ ટોલનાકાનો ટોલ ટેક્સ પણ નાબૂદ થઇ ગયો છે અને ત્યાંથી નાનાવાહનો વિનામૂલ્યે પસાર થઈ શકતા હોય છે જોકે મોરબીની અંદર મહેશભાઇ પંડ્યાના જમાઈએ તેની કાર નંબર જીજે ૩ એચએ ૫૯૩૩ લઈને માલવણ ટોલનાકા પાસેથી પસાર થયા હતા જેથી કારની આવક-જાવકના ૧૩૦ રૂપિયાનો ટોલટેક્સ તેઓના એકાઉન્ટમાંથી કપાયેલ છે જેથી કરીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણકે માલવણ ટોલનાકા પાસે ટોલટેક્સ લેવામાં આવતો નથી તેમ છતાં પણ તેઓનો એકાઉનમાંથી ટોલટેક્સ કેમ કપાયો છે અને તે રકમ કોના ખિસ્સામાં ગયેલ છે તે સૌથી મોટો સવાલ છે
