મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સફાઇ કામદારોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE







મોરબી જિલ્લાના સફાઇ કામદારોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહી.

આ યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યકિગત રૂા. ૧,૨૦,૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને https://eSamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની મોરબી જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને નોંધ લેવા તેમજ વિશેષ માહિતી માટે જિલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ નં.૪૬, ૪૭ સંપર્ક કરવાથી વધુ માહિતી પ્રાપ્ત થઇ શકશે. તેમ જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ એ.એમ.છાસિયા દ્વારા જણાવાયું છે.






Latest News