મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માતા ઉપર શંકા કુશંકા રાખી હત્યા કરનારા પિતા સામે દીકરીએ નોંધાવી ફરિયાદ


SHARE







મોરબીમાં માતા ઉપર શંકા કુશંકા રાખી હત્યા કરનારા પિતા સામે દીકરીએ નોંધાવી ફરિયાદ

મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા બાવાજી આધેડ દ્વારા પોતાની પત્નીને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને ગઇકાલે બપોરના સમયે નિર્મમ હત્યા કરી હતી અને ત્યાર બાદ ઘરને તાળું મારીને તે ઘરેથી ભાગી ગયેલ છે ત્યાર બાદ ઘરના લોકોને આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળ ઉપર પહોચી હતી અને હત્યાના આ બનાવમાં મૃતકની દીકરીએ તેના જ પિતાની સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા સર્કીટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર ૫૫) ને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતી વધુમાં મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ દ્વારા તેમના પત્ની ભાવનાબેન ગઇકાલે બપોરના સમયે ઘરે એકલા હતા ત્યારે તેની હત્યા કરીન તેનો પતિ ભાગી ગયો હતો અને મૃતક ભાવનાબેનને પાંચ સંતાનો છે. જેમાં ચાર દીકરીઓ અને એક દિકરો છે. ચાર પૈકી બે દિકરીઓના લગ્ન થઈ ગયા છે.

હાલમાં મોરબીમાં હરીપાર્ક શેરી નં-૪ માં રહેતી મૃતકની દીકરી  ઉર્વીસાબેન મેહુલભાઇ રામાનંદી જાતે બાવાજી (ઉ.૨૪)એ તેના પિતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની માતા ભાવનાબેન સાથે તેના પતિ પ્રવિણભાઇ અવાર નવાર ઝધડો અને કંકાશ કરતાં હતા તેમજ શંકા કુશંકા કરી મારઝુડ કરતાં હતા દરમ્યાન શુક્રવારે બપોરના સમયે તેની માતા ભાવનાબેન ઘરે એકલા હતા ત્યારે તેના પિતા આરોપી પ્રવિણભાઇએ લોખંડના દસ્તા તેને માથામાં મારીને હત્યા કરી નાખી હતી અને ઘરને બહારથી તાળું મારીને નાશી ગયા હતા જેથી પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News