ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન
ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
SHARE
ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભાજપના નેતાઓ અને ઉમેદવારોની પ્રવેશબંધીના બોર્ડ બેનર લગાવવામાં આવી રહ્યા છે દરમિયાન વધુ પાંચ ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે જેમાં રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામનો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજપોલના વળતર બાબતે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેમાં ખેડૂતોની માંગણી મુજબ ખેડૂતને વળતર આપવામાં આવે તેના માટે સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોને પૂરતું વળતર મળે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ખેડૂતો દ્વારા ગામો ગામ વિરોધ પ્રદર્શન કરીને જો વર્ષ 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ભાજપના ઉમેદવારોની ગામમાં પ્રવેશબંધી કરવાના બેનરો હવે લાગવા લાગ્યા છે
સમગ્ર ગુજરાતની અંદર ખાનગી વીજ કંપની દ્વારા જે વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેની સામે પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે જો કે, મોરબીના જેતપર ગામેથી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જે હવે મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો દ્વારા હક માટે થઈને આંદોલન કરવામાં આવે છે તો પણ સરકાર દ્વારા ખેડૂતોને ખાનગી વીજ કંપની પાસેથી વધુ વળતર મળે તે માટે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે અને તેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનો અસ્વીકાર કરીને ખેડૂતોએ પોતાની માંગણી સાથે કલેકટરને અગાઉ આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યાર પછી ખેડૂતોને પૂરતું વળતર મળે તેના માટે સરકારે કોઈ નિર્ણય કરેલ નથી જેથી અગાઉ જેતપર ગામે ભાજપના નેતાની પ્રવેશબંધીનું બેનર લગાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ હવે મોરબી તાલુકાનાં રંગપર, જસમતગઢ, શાપર તેમજ માળીયા તાલુકાનાં રોહીશાળા અને ખીરાઈ ગામમાં ખેડૂતો દ્વારા જો વર્ષ 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ભાજપના ઉમેદવારોની ગામમાં પ્રવેશબંધી કરવાના બેનરો લાગ્યા છે. ઉલેખનીય છે કે, આગઉ મોરબીના સોખડા, વાઘપર અને પીલુડી ગામે આધિકારીઓ ખેડૂતોને એમઆરસી કમિટીમાં પોતાનો પ્રતિનિધિ આપવા માટે સમજાવવા માટે ગયા હતા ત્યારે ખેડૂતોએ કહી દીધું હતું કે, અમને આ પરિપત્ર જ મંજૂર નથી તો એમઆરસી કમિટીમાં રહેવાનો અમારો કોઈ મતલબ નથી. આમ ખેડૂતોનું આંદોલન આગામી દિવસમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે.