મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના ૭૦૬ ખેડુતોને સરકારે કર્યો અન્યાય


SHARE







વાંકાનેર તાલુકાના ૭૦૬ ખેડુતોને સરકારે કર્યો અન્યાય

 સરકાર દ્વારા પુરવઠા વિભાગના માધ્યમથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે છે ત્યારે ગત વર્ષે ૩૦૦ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી અને વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ખાતે ખરીદી કેન્દ્ર આપવામાં આવ્યું હતું જેથી ખેડૂતોએ ત્યાં ટેકાના ભાવે ચણા આપ્યા હતા જો કે, આ વર્ષે વાંકાનેર તાલુકાના ૭૦૬ ખેડુતોએ નોંધણી કરવી છે તો પણ વાંકાનેર યાર્ડમાં ખરીદી માટે કેન્દ્ર આપવામાં આવ્યું નથી જેથી કરીને હાલમાં યાર્ડના ચેરમેને રાજ્યના કૃષિમંત્રી તથા ગુજકોમાસોલમાં આ મુદે રજુઆત કરીને કેન્દ્ર આપવામાં આવે તેવી માંગ કરી છે

વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન સકિલ પીરઝાદા દ્વારા રાજ્યના કૃષિમંત્રી તથા ગુજકોમાસોલમાં રજુઆત કરવામાં આવી છે તેમાં તેને જણાવ્યુ છે કે, ૨૦૨૦૨૧ માં વાંકાનેર તાલુકામાં ૩૦૦ ખેડુતોએ ચણા ટેકાના ભાવે આપવા માટે નોંધણી કરાવેલ હતી ત્યારે કેન્દ્ર આપવામાં આવ્યું હતું જો કે, વર્ષ ૨૦૨૧-૨૨ માં ટેકાના ભાવે ચણા ખરીદવા માટે ખેડૂતોની નોંધણી કરાવવામાં આવી છે તેમાં વાંકાનેર તાલુકામાંથી ૭૦૬ ખેડુતોએ નોંધણી કરવી છે તો પણ વાંકાનેર યાર્ડમાં ખરીદી માટે કેન્દ્ર આપવામાં આવ્યું નથી અને ટંકારામા આવેલ અંજતા જીનીગ મીલમાં ટંકારા અને વાંકાનેર તાલુકાના નોંધાયેલા ખેડુતો માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખેડૂતોને હેરાન થવાની સાથે ખર્ચ પણ વધી જશે જેથી કરીને રાજ્યના કૃષિમંત્રી અને ગુજકોમાસોલને પત્ર લખી માર્કેટ વાંકાનેર યાર્ડ ખાતે ખરીદી કેન્દ્ર ઉભુ કરી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માંગણી કરી છે અને તેઓએ એવું પણ જણાવ્યુ છે કે, વાંકાનેર ખાતે માર્કેટ યાર્ડ હોવા ખરીદી કેન્દ્ર ફાળવેલ નથી અને ટંકારા ખાતે માર્કેટ યાર્ડ ન હોવા છતા પ્રાઈવેટ જગ્યામાં ખરીદી કેન્દ્ર ફાળવેલ છે જે સરકારની ગાઈડલાઈનનો ભંગ છે. ઉપરાંત કલેકટર, જીલ્લા ખેતીવાડી અધીકારી, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીને રુબરુ મળી રજુઆતો કરી છે. તેમજ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ પણ કૃષિમંત્રીને લેખીત રજુઆત કરી છે. આજરોજ યાર્ડની બોર્ડ મીટીગમાં આ અંગે ચર્ચા કરવામા આવી હતી અને સર્કયુલર ઠરાવ કરી વાંકાનેર યાર્ડ ખાતે ચણાનુ ખરીદ કેન્દ્ર આપવાની માંગણી કરવામાં આવી છે.






Latest News