મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ હરિહર અન્નક્ષેત્રના વાહનમાંથી બેટરીની ચોરી !


SHARE







મોરબીમાં આવેલ હરિહર અન્નક્ષેત્રના વાહનમાંથી બેટરીની ચોરી !

મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે અને મંદિરો પણ સલામત નથી એવો ઘાટ મોરબી જિલ્લામાં ઘણી જગ્યાએ જોવા મળ્યો છે તેવામાં જો વાત કરીએ તો મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલ હરિહર અન્નક્ષેત્રના વાહનમાંથી કોઈ અજાણ્યો શ્ખ્સ બેટરીની ચોરી કરી ગયેલ છે

અગાઉ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર ઘરફોડ ચોરી કરવામાં આવી હોય, વાહન ચોરી કરવામાં આવી હોય તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા મંદિરની અંદર ચોરી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે દરમિયાન હાલમાં મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ હરિહર અન્નક્ષેત્ર પાસે ભૂખ્યાને લોકો સુધી ભોજન પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનની બેટરી રાત્રિના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયા કે જેથી કરીને મોરબીના મુખ્યમાર્ગ ઉપર પાર્ક કરીને મુકવામાં આવેલ વાહનોમાંથી બેટરીની ચોરી થઇ જતી હોય તો શહેરના અન્ય વિસ્તારમાં પોલીસ દ્વારા કેવું પેટ્રોલિંગ કરવામાં આવતું હશે તે સવાલ ઉઠી રહ્યા છે આટલું જ નહીં મોરબીના મોટાભાગના વિસ્તારોમાં લોકભાગીદારીથી સીસીટીવી કેમેરા મુકવામાં આવેલા છે તેમ છતાં પણ રાત્રીના સમયગાળા દરમિયાન હરિહર અન્નક્ષેત્ર પાસે મૂકવામાં આવેલ વાહનમાંથી બેટરીની ચોરી કરનાર શખ્સ કયાય પણ કેદ થયો નથી !






Latest News