મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલનું ધમાકેદાર એન્યુઅલ ફંક્શન-એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલનું ધમાકેદાર એન્યુઅલ ફંક્શન-એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ દ્વારા એન્યુલ ફંક્શનનું ધમાકેદાર આયોજન શનિવારના રોજ કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના ભૂલકાઓએ એકથી એક ચડિયાતી કૃતિઓ રજુ કરી હતી. સાથે સાથે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સએ પણ અકલ્પનિય પર્ફોમન્સ આપી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તેમજ ટૂંક સમયમાં લોન્ચ થઈ રહેલી સૌરાષ્ટ્રની સૌથી વિશાળ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો ધમાકેદાર વોક થ્રુ વિડિઓ જોઈ હાજર રહેલ તમામ પેરેન્ટ્સ તેમજ મહેમાનો અભિભુત થયા હતા અને સ્ટાર ઓફ ધ યર, અચીવર્ષ ઓફ ધ યર જેવા અનેક વિવિધ એવોર્ડથી બાળકોને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં સૌથી અગત્યની ક્ષણએ હતી કે આપણે બધા હંમેશા જોતા હોઈએ છીએ કે સ્કૂલ દ્વારા બાળકોને સન્માનિત કરાઈ છે પણ નવયુગના દરેક સ્ટાફને પેરેન્ટ્સ દ્વારા સરપ્રાઈઝ સન્માનિત કરાયા હતા જે મોરબીમાં પ્રથમ ઘટના છે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ડૉ. દીપકભાઈ અઘારા, કિરીટભાઈ ફુલતારીયા, બાબુભાઇ દેત્રોજા, અમુભાઈ લિખિયા, હંસરાજભાઈ ગામી, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પારેચા, વાઇસ પ્રિન્સિપાલ રશ્મિ જોશી, પિન્કી પારવાણી તેમજ તમામ ટીચર્સએ જહેમત ઉઠાવી હતી




Latest News