મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળા વાલી સંમેલન-વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE









ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળા વાલી સંમેલન-વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ માટે શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ એસએમસીના સભ્યોએ હાજરી આપી હતી ધો.૧ થી ૮ તમામ શિક્ષકોએ પોતાના વિષય મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે  ઘરે પરીક્ષાની તૈયારી કરાવવી તેમજ બાળકોના સ્વાસ્થ્ય અંગે શુ કાળજી રાખવીએ બાબતોની વિસ્તૃત સમજૂતી આપી હતી તેમજ શાળાના આચાર્ય  અલ્પેશભાઈ પુજારાએ શાળાને લાગતી તમામ બાબતો અંગેની માહિતી આપી હતી આ તકે ખાસ ઉપસ્થિત સજનપરનું ગૌરવ સમાન ગામના દીકરી શીતલબેન રૈયાણી કે, જે હાલ જીએસટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે તેમણે તમામ વાલીઓને પોતાના બાળકોને ગામની સરકારી શાળામાં જ ભણાવવા અંગે ટકોર કરી હતી તેમજ લજાઈ સીઆરસી કોર્ડિનેટર શૈલેષભાઇ સાણજાએ પોતાના અનુભવો વાલીઓ સાથે શેર કર્યા હતા અને શાળાના શિક્ષકોને પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી તેમજ વાલી સંમેલનના આયોજન બદલ શાળાના આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા આ તકે ગામના સરપંચ રીનાબેન જાદવે પણ શાળા પરીવારને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યાર બાદ જુદીજુદી રમતોમા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા




Latest News