મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

રાજસ્થાનથી રાજકોટ દારૂ પહોચડવા થ્રેસરનો ઉપયોગ: મોરબી પોલીસે ૮૦૭ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો


SHARE









રાજસ્થાનથી રાજકોટ દારૂ પહોચડવા થ્રેસરનો ઉપયોગ: મોરબી પોલીસે ૮૦૭ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો

 મોરબી જીલ્લામાં યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ઘુસાડવા માટેની બુટલેગરો દ્વારા પેરવી કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં ટ્રેકટરમાં લગાવવામાં આવતા થ્રેસરમાં ચોરખાના બનાવીને દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે જુદીજુદી બ્રાન્ડની ૮૦૭ બોટલ દારૂ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લાના એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને તેની ટિમ કામ કરી રહી છે ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ તથા વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં બાતમી મળી હતી જેના આધારે મોરબી ભકિતનગર ઓવરબ્રીજ પાસેથી ટ્રેકટર સાથે થ્રેસર જોડી થ્રેસરમાં ચોરખાના બનાવી તેમાં વિદેશીદારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂની જુદીજુદી બ્રાન્ડની ૮૦૭ બોટલો કબજે કરી હતી અને આરોપી ચુનારામ સોનારામ ગોદારા જાતે જાટ (ઉ.૨૬) રહે. કલજી કી બેરી, તાલુકો સાંચોર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી આરોપી રાજુભાઇ ચૌધરી રહે. સાંચોર વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ શખ્સો દ્વારા પોલીસને શંકા ન જાય તે માટે ટ્રેકટર સાથે જોડેલ થ્રેસર કે, જે ખેત પેદાશ જીરૂ, ચણા, વરીયાળી ઉપાડવાના કામમાં લેવામાં આવે છે તે થ્રેસરમાં ચોરખાના બનાવી નટ બોલ્ટ ફીટ કરી ચોરખાનામાં દારૂની બોટલો રાખીને રાજસ્થાનથી રાજકોટ લઇ જવાનો પ્લાન બનાવ્યો હતો હાલમાં પોલીસે આરોપી પાસેથી કુલ મળીને ,૩૧,૧૧૫ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News