મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળા વાલી સંમેલન-વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE







ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળા વાલી સંમેલન-વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ માટે શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ એસએમસીના સભ્યોએ હાજરી આપી હતી ધો.૧ થી ૮ તમામ શિક્ષકોએ પોતાના વિષય મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે  ઘરે પરીક્ષાની તૈયારી કરાવવી તેમજ બાળકોના સ્વાસ્થ્ય અંગે શુ કાળજી રાખવીએ બાબતોની વિસ્તૃત સમજૂતી આપી હતી તેમજ શાળાના આચાર્ય  અલ્પેશભાઈ પુજારાએ શાળાને લાગતી તમામ બાબતો અંગેની માહિતી આપી હતી આ તકે ખાસ ઉપસ્થિત સજનપરનું ગૌરવ સમાન ગામના દીકરી શીતલબેન રૈયાણી કે, જે હાલ જીએસટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે તેમણે તમામ વાલીઓને પોતાના બાળકોને ગામની સરકારી શાળામાં જ ભણાવવા અંગે ટકોર કરી હતી તેમજ લજાઈ સીઆરસી કોર્ડિનેટર શૈલેષભાઇ સાણજાપોતાના અનુભવો વાલીઓ સાથે શેર કર્યા હતા અને શાળાના શિક્ષકોને પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી તેમજ વાલી સંમેલનના આયોજન બદલ શાળાના આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા આ તકે ગામના સરપંચ રીનાબેન જાદવે પણ શાળા પરીવારને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યાર બાદ જુદીજુદી રમતોમા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા






Latest News