મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીમાં શંકા રાખીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE







મોરબીમાં શંકા રાખીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબીમાં સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગરમાં રહેતા પરિણીતાની તેના જ પતિએ શંકાના આધારે માથામાં દસ્તા મારીને હત્યા કરી હતી અને ત્યાર બાદ આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાની દીકરીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરેલ છે

મોરબીના વિદ્યુતનગરમાં રહેતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર ૫૫) ને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીના હરીપાર્ક શેરી નં-૪ માં રહેતી મૃતકની દીકરી  ઉર્વીસાબેન મેહુલભાઇ રામાનંદી જાતે બાવાજી (ઉ.૨૪)એ તેના પિતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેની માતા ભાવનાબેન સાથે તેના પતિ પ્રવિણભાઇ અવાર નવાર ઝધડો અને કંકાશ કરતાં હતા તેમજ શંકા કુશંકા કરી મારઝુડ કરતાં હતા દરમ્યાન ગત શુક્રવારે બપોરના સમયે તેની માતા ભાવનાબેન ઘરે એકલા હતા ત્યારે તેના પિતા પ્રવિણભાઇએ લોખંડના દસ્તાના ઘા મારીને ફરિયાદીની માતાની હત્યા કરી નાખી હતી આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત (ઉ. ૫૬) રહેવિદ્યુતનગર વાળાની ધરપકડ કરેલ છે






Latest News