મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા (હ) ગામે ઘરમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જવાથી પરિણીતાનું મોત


SHARE









મોરબીના કેરાળા (હ) ગામે ઘરમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જવાથી પરિણીતાનું મોત

મોરબી તાલુકાના કેરાળા હરીપર ગામે રહેતી પરિણીતા તેના ઘરની અંદર આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીની અંદર ડૂબી જતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના કેરાળા હરીપર ગામે રહેતા નીતિનભાઈ વેલજીભાઈ સારોલાના પત્ની ક્રિષ્નાબેન (ઉંમર ૩૫) પોતાના ઘરની અંદર આવેલ પાણીના ટાંકામાં ડૂબી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નગાળો ૧૧ વર્ષનો છે અને તે ટાંકામાંથી પાણી કાઢવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયા હતા જેથી તેનું મોત નીપજયું છે

દેશી દારૂ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એન્ટીલા સિરામિક સામે જાહેરમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૧૦ લિટર દારૂ સાથે મુસ્તાક રહીમભાઈ માલાણી જાતે મિયાણા (ઉંમર ૨૬) રહે. ઇન્દિરાનગર મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૨૦૦  રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી હનીફ હબીબભાઈ જામ રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News