મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામના યુવાનને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત


SHARE









મોરબીના રફાળેશ્વર ગામના યુવાનને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઇને રફાળેશ્વરથી જોધપર જતા રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે તેને આઈસર ચાલકે અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને રાજકોટથી જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતો દિવ્યેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (ઉંમર ૨૧) નામનો યુવાન રફાળેશ્વરથી જોધપર ગામ વચ્ચેના રસ્તા ઉપરથી પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે તેના બાઇકને આઇસરના ચાલકે અડફેટે લીધું હતું જેથી દિવ્યેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકીને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે, રાજકોટ ખાતે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને રાજકોટથી જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News