મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં હવાસનો શિકાર બનેલ સગીરાને ગર્ભપાત કરાવ્યા બાદ રાજકોટ સારવારમાં ખસેડાઇ


SHARE









હળવદના ગ્રામ્ય વિસ્તારમાં હવાસનો શિકાર બનેલ સગીરાને ગર્ભપાત કરાવ્યા બાદ રાજકોટ સારવારમાં ખસેડાઇ

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરીને પેટિયું રળવા માટે આવેલા પરિવારની સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવી હતી જેથી સગીરાને બે માસનો ગર્ભ રહી ગયો હતો જેની જાણ થતાં તે સગીરાને ગર્ભપાત કરવામાં આવ્યો હતો જોકે ત્યાર પછી સગીરાની તબિયત સારી ન રહેતા તેને હાલમાં રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર ઉદ્યોગમાં તેમજ ખેતીમાં રોજગારી મેળવવા માટે બહારથી ઘણા બધા પરિવારો આવતા હોય છે તેવી જ રીતે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતીમાં રોજગારી મ્લેવવા માટે એક પરિવાર આવ્યો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે તેની સગીર વયની દીકરીને તેમની પાડોશીના ખેતરમાં મજૂરી કામ કરતા શખ્સે હવાસનો શિકાર બનાવી હતી જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો અને ત્યારબાદ આ બનાવની જાણ થતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું અને તેનો ગર્ભપાત તેની માતા દ્વારા કરવામાં આવ્યો હતો જોકે, ત્યાર બાદ સગીરાની તબિયત સારી ન રહેતા તેને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને આ બનાવની હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાંઆવતા પોલીસે પ્રાથમિક તપાસ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News