મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE







વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

મોરબી ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ દ્વારા વાંકાનેર તાલુકાના ચંદ્રપૂર ગામની ભાટીયા સોસાયટી કુમાર પ્રા. શાળા અને ભાટીયા કન્યા પ્રા.શાળામાં તમાકુના વ્યસનની જાગ્રુતિ અર્થે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધો. ૬ થી ૮ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ હતો અને વ્યસનમુકિતના સંદેશ અને સમજણ આપતા નિબંધ તથા ચિત્રો દોર્યા હતા ત્યારબાદ બંને સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને તમાકુ નિયંત્રણ વિભાગ દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા અને ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા બંન્ને શાળાના વિધાર્થીઓને વ્યસન મુક્તિ ના ફાયદા, વ્યસનથી થતુ નુકસાન તેની આર્થિક અસરો, સામાજિક અસરો વગરે બાબતો અને સમજ આપવામાં આવી હતી અને શાળાના આચાર્ય બુધ્ધદેવ અતુલકુમાર દ્વારા તમામ બાળકોને જિંદગીમાં કયારેય વ્યસન ન કરવા અને પોતાના પરીવારને પણ વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય વસીયાણી મનસુખભાઈ તથા બંને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો






Latest News