મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઇ


SHARE







મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઇ

મોરબી રોટરી ક્લબ અને મોરબી વિનય કરાટે એકેડમી દ્વારા મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ૮ થી ૧૩ માર્ચ સુધી કોમ્યુનિટી હોલ ખાતે વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. ત્યારે વાલજીભાઈ ડાભી દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. અને મહર્ષિ કરાટે એકેડમી રાજકોટના હેડ કોચ નયનભાઈ ચાવડા તથા ગોરખભાઈ દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સની એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગના છેલ્લા દિવસે રોટરી ક્લબ મોરબી દ્વારા લેડી પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન દુર્લભજીભાઈ ભૂતનું રમત ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ બહેનોને રોટરી ક્લબ મોરબી તથા વિનય કરાટે એકેડમી દ્વારા ભૂમિબેન ભૂતના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ મોરબી પ્રેસિડેન્ટ બંસી શેઠ, સેક્રેટરી રસિદા લાકડાવાલા, રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ)  તથા વિનય કરાટે એકેડમીના હેડ કોચ વાલજીભાઈ ડાભીએ જહેમત ઉઠાવેલ હતી






Latest News