મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડેથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની હવે ફરિયાદ !


SHARE







મોરબીના લધીરપુર રોડેથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની હવે ફરિયાદ !

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે દુકાન નજીક પાર્ક કરવામાં આવેલ બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટિંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપમાં રહેતા અમિતકુમાર નાનજીભાઇ ફળદુ જાતે પટેલ (ઉ.૩૪) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૧૦/૧૦/૧૯ ના રોજ રાત્રીના સમયે તેઓએ મોરબીના લધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ હોલિસ સિરામિક નજીક ઉમાવંશી દુકાન પાસે તેનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૫૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈકની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતો માટે તે પોતાની જાતે બાઈકને શોધતા હતા અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જોકે બાઈક ચોરી થયાના પાંચ મહિના પછી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે જેથી ચોર પકડાયા બાદ રાબેતા મુજબ ગુનો નોંધાયો હોય તેવી ગણગણાટ થઈ રહ્યો છે

વરલી જુગાર

મોરબી નજીકના લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ગોબરભાઇ ઉર્ફે ગોપાલભાઈ બચુભાઈ ભડાણીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. લીલાપર રોડ ગોપાલ નાળીયાના કારખાનામાં મૂળ રહે. મૂળચંદ તાલુકો વઢવાણ વાળા વરલી જુગારના આંકડા લખાવતો હતો ને આરોપી રાજુભાઈ કોળી રહે. કબીર ટેકરી મોરબી વાળા પાસે તે વરલી જુગાર આંકડા લખાવતો હોવાની માહિતી સામે આવી હતી જેથી પોલીસે હાલમાં ગોબરભાઇ ઉર્ફે ગોપાલભાઈની ૫૨૦૦ રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી છે અને રાજુ કોળીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News