માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીથી નેપાળ મોકલવેલ માલ ન પહોચાડીને ઉદ્યોગકાર સાથે ૫૧ લાખથી વધુની છેતરપિંડી


SHARE

















મોરબીથી નેપાળ મોકલવેલ માલ ન પહોચાડીને ઉદ્યોગકાર સાથે ૫૧ લાખથી વધુની છેતરપિંડી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પાશ્વનાથ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા યુવાને મોરબીથી લેમીનેટની ૫૭૭૫ સીટ નેપાળ મોકલાવી હતી અને જે ટ્રકમાં નેપાળ માલા મોકલવ્યો હતો તે માલ નેપાળ નહીં પહોંચતા ટ્રક ચાલક દ્વારા યુવાનની સાથે ૫૧ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે માટે હાલમાં તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી જુદા જુદા વાહનોમાં માલને ભરીને જુદા જુદા રાજ્યો અને દેશમાં મળને મોકલવામાં આવતો હોય છે તેવા સમયે ઘણી વખત માલ લઈ જનાર વાહનચાલકો દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે આવા બનાવો અગાઉ અનેક વખત સામે આવી ચૂક્યા છે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં રહેતા મૂળ રાજપર ગામના રહેવાસી દીપકભાઈ મનસુખભાઈ ઘોડાસરા જાતે પટેલ (ઉંમર ૩૪) એ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ટ્રકચાલક દિલીપકુમાર અભિમન્યુ સિંગની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૨૫/૨/૨૨ ના રોજ બપોરના ૧૨:૩૦ વાગ્યે તેઓએ પોતાની કંપનીનો લેમીનેટની ૫૭૭૫ સીટનો માલ આરોપીના ટ્રકમાં ભરીને મોરબીથી કેસરી ચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે મોકલવા માટે રવાના કર્યો હતો જોકે ૫૧,૦૭,૫૪૪ રૂપિયાનો માલ ટ્રક નંબર યુપી. ૫૦ સિટી ૦૮૭૦  ના ચાલકે નેપાળ ન પહોંચાડીને યુવાનની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે માટે ભોગ બનેલા યુવાને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રકચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

માળિયા-મિયાણાના વાગડિયા જાપાનથી અંદરના ભાગમાં ગામ તરફ જતા રસ્તા ઉપર વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને આંગણવાડીના મકાન પાસે પોલીસે વરલી જુગારની રેડ કરતા નુરમામદભાઈ અલ્લારખાભાઇ મોવર (ઉંમર ૩૭) રહે. જૂના રેલવે સ્ટેશન પાસે વાડા વિસ્તાર વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૫૦ ની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી




Latest News