મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત


SHARE







મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ઉમિયા નગર સોસાયટીમાં રહેતી પરિણીતા પોતાના ઘેર અંરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજયુ હતું જે બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

પોલીસે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન રોહિતભાઈ છનીયારા જાતે પટેલ નામની ૩૪ વર્ષીય પરિણીતા તેના ઘેર રહેણાંક મકાનમાં અંરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી ચંદ્રિકાબેન છનિયારાનું મોત નીપજ્યું હતું અને તેની ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતા એ.પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક પરિણીતાને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને લગ્નગાળો નવ વર્ષનો હતો અને તેને બે સંતાન હોવાનું જાણવા મળેલ છે.

 ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારા ખાતે ઉત્તમભાઈ દુબરીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં સુનિલ જુવાનસીંગ ડાવર આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાને વાડી નજીક બારનાળ પુલ પાસે ઝેરી દવા પી લેતા તેને અહીં મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકનાં હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમાં ભૂલથી સુનિલભાઈ દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે અને હાલ મોરબી પોલીસે જાણ કરતાં ટંકારા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે જ્યારે માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામે રહેતા નાનતાબેન માભાઈ ભીલ નામની ૨૦ વર્ષીય યુવતીએ સીમ વિસ્તારમાં જીરામાં છાંટવાની દવા કોઈ કારણોસર પી લેતાં તેણીને પણ મોરબી સિવિલએ સારવારમાં લાવવામાં આવી હતી જે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News