મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ


SHARE







મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ

મોરબીમાં બ્લડની ઈમરજન્સી એટલે યુવા આર્મીથી ઓળખાતા યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી મોટાભાગના લોકો જાણતા હશે કે નેગેટિવ બ્લડ ગ્રુપ મળવુ‌ ખૂબ જ જટિલ હોય છે અને મર્યાદિત લોકો નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા હોય છે અને તેમાંથી પણ લિમિટેડ લોકો જ બ્લડ ડોનેશન કરવા માટે સક્ષમ હોય છે ત્યારે કોઈવાર આવા નેગેટિવ બ્લડની જરૂરીયાત ઉભી થય જતા ઓપરેશન અટકી પડે છે અને દર્દીઓથી લઈને ડોક્ટર પણ મુશ્કેલીમાં મુકાઇ જાય છે પરંતુ મોરબીમાં ૨૦૧૮ થી યુવા આર્મી ગ્રુપ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે કાર્યરત છે અને દિવસ હોય કે રાત લોકોની ઈમરજન્સી બ્લડ ની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે અને હજારો લોકો ને રક્તદાન રૂપી જીવનદાન આપી ચુક્યુ છે આવી રીતે જ મોરબીની આયુષ તથા રાધેક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે બી નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ ગઈ હતી જેની‌ જાણ બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવતા યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક બી નેગેટિવ બ્લડની ૫ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બદલ દર્દીના પરિજનો દ્વારા યુવા આર્મી ગ્રુપ નો‌ આભાર વ્યક્ત કર્યો હતો અને આ મહિનામાં યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં સારવાર માટે આવેલા દર્દીઓ માટે એ(૩), બી (૮), ઓ(૪), એબી(૩) મળીને ૧૮ બોટલ નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સેવાની કોઈને પણ જરૂર હોય તો ૨૪ કલાકમાં ગમે ત્યારે હેલ્પલાઈન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યુ છે






Latest News