મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 2023 માં નવા નિયમથી ધો.1 માં એડમિશન આપશે: શિક્ષણાધિકારી


SHARE









મોરબી જીલ્લામાં 2023 માં નવા નિયમથી ધો.1 માં એડમિશન આપશે: શિક્ષણાધિકારી

હવેથી ગુજરાતમાં બાળકોના એડમિશનનો નિયમ બદલાયો છે. નવા વર્ષથી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી જે બાળકો 6 વર્ષનાં ના થયાં હોય એવાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ નહિ મળે. રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને તમામ પ્રાથમિક શાળાઓને આ નિયમની જાણકારી આપવાની સૂચના આપી છે. 1 જૂને જે બાળકને છઠ્ઠું વર્ષ પૂર્ણ ના થયું હોય તે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ આપશે નહીં સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24 માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે તો પ્રવેશ આપી શકાશે નહિ.

હાલ ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. અનેક વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધોરણ-1 માં પ્રવેશ કરે છે. ત્યારે ગુજરાતમાં ધોરણ 1ના એડમિશન માટે નિયમ બદલાઈ ગયો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામા આવી છે કે, 2023 થી ધોરણ-1મા એડમિશનનો નિયમો બદલાયો છે. જે મુજબ 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ મળશે. ત્યારે હવે એડમિશન લેવા જનારા વાલીઓ આ બાબતનું ખાસ ધ્યાન રાખે. બાળકમાં પ્રવેશ મામલે અનેક કિસ્સાઓમાં વાલીઓ અને શાળાઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે આ ઘર્ષણ ના થાય, કોઈ વાલીએ ફરી પોતાના બાળકને કોઈ એક જ વર્ગમાં અભ્યાસના કરાવવો પડે એ માટે શિક્ષણ વિભાગે ફરી એકવાર તમામ જિલ્લા શિક્ષણાધિકારીને નોટિફિકેશન અંગે તમામ શાળાઓને માહિતગાર કરવા જાણ કરી છે.




Latest News