મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિએ ગાળો આપીને ધમકી આપી હોવાની એસપીને કરાઇ રજૂઆત


SHARE









મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિએ ગાળો આપીને ધમકી આપી હોવાની એસપીને કરાઇ રજૂઆત

વર્તમાન સમયમાં ઘણી વખત સરકારી અધિકારી અને કર્મચારીઓના વ્હોટ્સ એપ ગ્રૂપમાં તેમજ રાજકારણીઑ અને સમાજના ગ્રૂપના મેસેજ મૂકવામાં આવ્યા પછી ઘર્ષણ થતાં હોય છે આવી જ રીતે મોરબીમાં સતવાર સમાજનું એક વ્હોટ્સએપ ગ્રૂપ છે જેમાં પાલિકાના મહિલા પ્રમુખના પતિ સહિતના જોડાયેલ છે આ ગ્રૂપમાં જોડાયેલા એક વ્યક્તિએ વિકાસ કામ બાબતે કોમેન્ટ મૂક્યા પછી ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો જેથી કરીને મામલો ગરમાયો હતો અને હાલમાં ભોગ બનેલા વ્યક્તિએ એસપીને પાલિકાના પ્રમુખ વિરુદ્ધમાં લેખિતમાં અરજી આપી છે જેમાં પાલિકા પ્રમુખના પતિએ ગાળો આપીને ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરેલ છે

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા ડાભી સુરેશભાઈ દેવકરણભાઇએ હાલમાં એસપીને મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ કે.કે. પરમાર વિરુદ્ધ  રજૂઆત કરેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના વાડી વિસ્તારમાં નગરપાલિકાના વિકાસ કામો અંગે તેઓએ સતવાર સમાજનું એક વ્હોટ્સએપ ગ્રૂપ છે તેમાં પ્રશ્ન કર્યો હતો તે બાબતને લઈને વ્હોટ્સએપ ગ્રૂપની અંદર જોડાયેલા મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ કરમશીભાઈ ખોડાભાઈ પરમાર દ્વારા તેની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને તે ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ તા ૧૬/૩ ના રોજ સાંજના સમયે મોબાઈલ ફોન ઉપર ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધમકી આપેલ છે તેમજ તે જીવલેણ હુમલો કરવી શકે છે, કરી શકે છે અને અકસ્માત પણ કરવી શકે છે તેવી ભીતિ વ્યકત કરતી અરજી એસપીને કરેલ છે જેથી રાજકારણમાં આવી ગયો છે અને આ બાબતે કરમશીભાઈ ખોડાભાઈ પરમાર સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે સુરેશભાઇ દ્વારા ખોટા આક્ષેપો વ્હોટ્સએપ ગ્રૂપમાં કરવામાં આવ્યા હતા જેથી કરીને તેને સાચી વાત કહેવા માટે મળવાનું કહ્યું હતું અને ફોનમાં થયેલ વાતની અધૂરી ક્લિપ વાયરલ કરેલ છે




Latest News