મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ભાજપ શાસિત પાલિકાના મહિલા પ્રમુખના પતિ સુપર પાવર !, સમાજના યુવાનને ધમકી: રમેશ રબારી


SHARE







મોરબીની ભાજપ શાસિત પાલિકાના મહિલા પ્રમુખના પતિ સુપર પાવર !, સમાજના યુવાનને ધમકી: રમેશ રબારી

મોરબી પાલિકાના વોર્ડ નં-૧૧ ના વિસ્તાર માં આવેલ સતવારા સમાજના વાડી વિસ્તારમાં રોડ રસ્તા અને લાઈટ જેવી સુવિઘા હજુ પણ આપવા આવતી નથી જેથી આ મુદ્દે  મોરબી પાલિકાના પ્રમખુના પતિને સતવારા સમાજનું વોટ્સેપનું ગ્રૂપ ચાલે છે તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે અમારી વાડી વિસ્તાર  તેમજ સમગ્ર સતવારા વાડી વિસ્તારમાં પાલિકા દ્વાર સુવિઘામાં વઘારો કરવા માટે નગરપાલિકાએ ગ્રાન્ટ મંજુર થયેલ છે તેનો સદુપયોગ કરીને વાડી વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર તેમજ લાઈટ જેવી પ્રાથમિક સુવિધામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે

આ માગણી કરતા પાલિકાના પ્રમુખના પતિ કે.કે. પરમારે એકદમ ઉશ્કેરાઇને સતવારા સમાજના યુવાનને  અભદ્ર ભાષામાં બેફામ ગાળો આપી હતી અને જોઈ લેવાની ધમકી આપેલ હતી ત્યારે ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે કે, જેની ફરજ છે કામ કરવાની જેની પાસે કામની માંગણી કરવાની જ હોય છે તેની પાસે કામ કરવાની માંગણી કરી હતી તો કામ કરવાના બદલે ધમકીઓ આપી અને કહેલ કે “તું મને અત્યારે જ મળવા માટે આવ એટલે હું તને પૂરો કરી નાખું એમ ફોનમાં ધમકીઓ આપી” આમ સતવારા સમાજના મતથી ચૂંટાયેલ છતાં સમાજ ન લોકોને દાદાગીરી કરી દબાવવાનો પ્રયત્ન કરે છે પાલિકામાં ૧૨ જેટલા સતવારા સમાજના નગરપાલિકામાં કાઉન્સિલર મતદાન કરી બનાવેલ છે પરંતુ સતવારા સમાજના વિસ્તારનું કોઈપણ કામ ન કરવું તેવું નક્કી કરવામાં આવ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને સમાજના કે કોઈપણ વ્યક્તિ રજૂઆત કરે તો તેને જોઈ લેવાની ધમકી આપવી અને અભદ્ર ભાષામાં ગાળાગાળી કરવીએ પ્રજા હિતમાં નથી ત્યારે મોરબી શહેરની પ્રજા તેમજ સતવારા સમાજે પૂછે છે કે, પાલિકાનો વહીવટ કોણ કરે છે પાલિકાના પ્રમુખ કે તેમના પતિ ? તેવો જવાબ પ્રમુખ આપશે કે ભાજપ તે તો આગામી સમય જ બતાવશે






Latest News