મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ વિદ્યાલયની બાળાઑ સાથે એસપી તથા અધિકારીઓએ ધૂળેટી પર્વની કરી ઉજવણી


SHARE









મોરબીમાં વિકાસ વિદ્યાલયની બાળાઑ સાથે એસપી તથા અધિકારીઓએ ધૂળેટી પર્વની કરી ઉજવણી

મોરબીમાં તહેવારોની અનોખી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા ધુળેટીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અને વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે ડીજેના તાલે ધુળેટી રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એસપી સહિતના અધિકારીઓએ ત્યાં હાજર રહ્યા હતા

દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે ધુળેટીના પાવન અવસર પર વિકાસ વિદ્યાલયની બાળાઓને “રંગ ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત ડી.જેના તાલે ધુળેટી રમાડવામાં આવી હતી. અધર્મ પર ધર્મના વિજયરૂપે ઉજવાતા હોળી ધુળેટીના રંગોત્સવમાં જ્ઞાતિ જાતિના તમામ ભેદભાવ દૂર રાખીને પ્રેમમય સમરસતા અને સમાનતાના સથવારે મૈત્રીભાવ પ્રગટ કરાવનાર આ ઉત્સવને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ વિકાસ વિદ્યાલયની બાળાઓ માટે ઉજવવામાં આવ્યો હતો. જેમાં બાળાઓ મન મુકીને ડીજેના તાલે અને રંગોથી રમી હતી. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગમાં સભ્યો તેમજ જજ ચુનોતી, મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલ સહિતના અધિકારીઓ તેમજ વિકાસ વિધાયલના સંચાલક ભરતભાઈ નિમાવત તથા સ્ટાફ પરિવારના લોકો હાજર રહ્યા હતા

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

જય વેલનાથ ગ્રુપ ઠાકોર સેના સમિતિ લાતિપ્લોટની ટીમ દ્વારા માટેલ માં ખોડિયારના દર્શન કરવાં જાતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં ઠંડા પીણાં લચ્છી રાખવામાં આવેલ હતા આ કેમ્પના આયોજક વિશાલ શેખાણી, મનોજ થરેસા, વિક્રમ ભોજવીયા, અજય વાઘેલા, હિતેશ ઝાંઝરીયા, સુનિલ પાટડીયા, સતીશ પાટડીયા, પ્રવિણ સારલા, ભરત પાટડીયા, અજય પાટડિયા, ગિરીશ મજેઠીયા, બેચર ધામેચા, વિશાલ જંજવાડીયા સહિતના હતા 




Latest News