મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ વન દિવસ તથા વિશ્વ જળ દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે


SHARE













મોરબીમાં વિશ્વ વન દિવસ તથા વિશ્વ જળ દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે

તા.૨૧ માર્ચ વિશ્વ વન દિવસ તથા તા.૨૨ માર્ચ વિશ્વ જળ દિવસનાં અનુસંધાને આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે વૃક્ષારોપણ કરી તેનું રક્ષણ કરીશ તથા 'જળ એજ જીવન' પાણી બચતનાં સૂત્ર સાથે વિડીયો બનાવી સ્પર્ધામાં ભાગ લેવાં આહવાન કરાયેલ છે

આપણાં પરિવારજનોના જન્મદીવસ કે સંસ્થાનાં સ્થાપના દિવસ કે અન્ય પ્રસંગને યાદગાર બનાવવા આપણે સૌએ સ્કૂલ, કોલેજ, સાર્વજનિક પ્લોટ  કે ઘર આંગણે વૃક્ષારોપણ કરીએ તેનો ઉછેરનો સંકલ્પ કરવો જોઇએ.તે માટે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તારીખ ૨૧ માર્ચ "વિશ્વ વન દિવસ " તથા તા.૨૨ માર્ચ "વિશ્વ જળ દિવસ" નાં અનુસંધાને વૃક્ષારોપણ કરીને તેનાં રક્ષણનો સંકલ્પ કરતો તેમજ જળ એજ જીવનના સૂત્ર સાથેનો વિડીયો બનાવી સ્પર્ધામાં મોકલી આપવાનો રહેશે.કોરોના મહામારી વખતે ઑક્સિજનનું મુલ્ય સમજાયુ છે ત્યારે ઈવો સૌ સાથે મળીને વૃક્ષારોપણ નહિ પણ ઑક્સિજનની ફેકટરીનું ખાત મુહૂર્ત કરીએ.આપણી જીવ સૃષ્ટિનો આધાર ઑક્સિજન, આવો આપણી ઓક્સિજનની જરુરીઆત માટે વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરીએ. કેટેગરી મુજબ પાણી બચતનું સૂત્ર બોલી વૃક્ષારોપણનો વિડીયો બનાવી મોકલી આપનારને પ્રમાણપત્ર મળશે.કેટેગરી-1 (ધો-1,2,3,4) માટે સૂત્ર "હું બ્રસ કરતી વખતે નળ ખુલ્લો નહિં મુકું" કેટેગરી-2 (ધો-5,6,7,8) માટે સૂત્ર "હું ન્હાવા માટે ફુવારાની જગ્યાએ ડોલ-ટમ્લરનૉ જ ઉપયોગ કરી પાણીનો બગાડ અટકાવીશ. કેટેગરી-3 (ધો-9,10,11,12) માટે સૂત્ર "હું મારી સાયકલ કે સ્કૂટરને સાફ કરતી વખતે ભીના કપડાંથી સાફ કરી પાણીની બચત કરીશ.તેમજ કેટેગરી-4 (કોલેજ નાં વિધાર્થીઓ,શિક્ષકમિત્રો તથા વાલીઓ) માટે સૂત્ર નળ-વાલ્વમાંથી કે ટોયલેટમાં ટપકતું પાણી બંધ કરી પાણીની બચત કરીશના વિડીઓ બનાવીને મોબાઇલ નંબર 98249 12230, 87801 27202, 97279 86386 પૈકી કોઇ એક નંબર ઉપર છેલ્લી તા.૨૨ ના રાત્રના નવ વાગ્યા સુધીમાં મોકલી આપવા કેન્દ્ર સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે જણાવેલ છે.






Latest News