મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય કક્ષાની નેશનલ કોન્ફરન્સમાં મોરબી જીલ્લાનું નવયુગ કોલેજના પ્રિન્સિપાલ કરશે પ્રતિનિધિત્વ


SHARE







રાષ્ટ્રીય કક્ષાની નેશનલ કોન્ફરન્સમાં મોરબી જીલ્લાનું નવયુગ કોલેજના પ્રિન્સિપાલ કરશે પ્રતિનિધિત્વ

ભારત સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય અંતર્ગત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ પરિષદ હૈદરાબાદ દ્વારા ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષ હેઠળ હૈદરાબાદ મુકામે નેશનલ કોન્ફરન્સનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

આ નેશનલ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતની ગ્રામ્ય વિસ્તાર આવેલી કોલેજ ગ્રીન કેમ્પસ બને અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કોલેજોનું સક્સેસ સ્ટોરી રિસર્ચ રિસર્ચ પેપર અને પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવશે ગુજરાતમાંથી ભારત સરકાર દ્વારા આઠ જિલ્લા પસંદ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લો પણ પસંદ કરેલ છે. મોરબી જિલ્લામાંથી નવયુગ કોલેજના પ્રિન્સિપાલ ડો. હિરેન મહેતાની  ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન તરીકે પસંદગી કરવામાં આવેલ હતી આગામી તા. ૨૧ અને ૨૨  માર્ચના રોજ મોરબી જિલ્લાની ગ્રામ્ય કોલેજનું પેપર પ્રેઝન્ટેશન પણ કરશે. ગ્રામ્યવિકાસ મહિલા સશક્તિકરણ સોર ઉર્જા પર્યાવરણ સરક્ષણ સ્વચ્છતા અભિયાન જળ સંપત્તિનું સરક્ષણ આ નેશનલ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ છે નવયુગ કોલેજ કોલેજના પ્રિન્સિપાલ ડો. હિરેન મહેતા રાષ્ટ્રીય કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અગાઉ ડોક્ટર હિરેન મહેતા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વર્લ્ડ બેંક અને ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં નેશનલ રિસોર્સ પર્સન તરીકે જવાબદારી નિભાવેલી હતી દસથી વધારે રિસર્ચ પેપર તેમજ પાંચથી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કરેલ છે.






Latest News