મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના બિલીયા ગામના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE







મોરબીના બિલીયા ગામના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતો અને મોરબીમાં સિરામિક યુનિટમાં કામકાજ કરતો યુવાન ગત મોડીરાત્રીના ઘરે પરત જતો હતો ત્યારે રસ્તામાં બગથળા અને બીલીયા ગામની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો તેમજ ગામના સરપંચ કાંતીભાઇ પેથાપરા પાસેથી મળતી માહિતી મુજબ બિલીયા ગામના રહેવાસી રાજીવભાઇ રમેશભાઇ સાણંદીયા નામનો ૩૭ વર્ષીય યુવાન તા.૧૮-૩ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મોરબી બાજુથી પરત બીલીયા જઇ રહ્યો હતો ત્યારે બીલીયા અને બગથળાની વચ્ચે આવેલા રોયલ ફાર્મ નજીક તેનો વાહન અકસ્માત સર્જાયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ રાજીવ સાણંદીયા નામના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક લેન્ડમાર્ક સીરામીકમાં માર્કેટિંગ વિભાગમાં કામકાજ કરતો હતો અને ગઈકાલે તે રાત્રીના સાડા આઠથી નવેક વાગ્યાના અરસામાં મોરબી તરફથી પોતાના ગામ બીલીયા જઈ રહ્યો હતો.ત્યારે બગથળા અને બીલીયા વચ્ચે આવેલા રોયલ ફાર્મ પાસે વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં તેને માથાના ભાગે ઇજા થતાં તેનું મોત નીપજ્યું છે.બનાવ બાઇક સાથે ભુંડ કે રોજડુ અથડાતા સર્જાયો છે..? કે અન્ય કોઈ વાહનના ચાલકે રાજીવના બાઈકને હડફેટે લીધું છે..? કે બાઇક સ્લીપ થઇ ગયેલ છે..? તે જાણવા માટે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે.તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ તાલુકાનાં ધણાદ ગામના રહેવાસી દેવકરણભાઈ રણછોડભાઈ જીંજરિયા નામના ૫૭ વર્ષીય આધેડ રણમલપુર ગામ પાસેથી બાઈકમાં જતા હતા તે દરમિયાન બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત દેવકરણભાઈને સારવારમાં મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતો સંજય રણછોડભાઈ સરૈયા નામનો ૩૪ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપર હોટલ સરોવર પાર્ટીકો નજીકથી બાઇકમાં જતો હતો ત્યારે તેનું બાઇક ડિવાઇડર સાથે અથડાતાં ઈજાગ્રસ્ત સંજય સરૈયાને સારવાર માટે આયુષમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના મકનસર ગામના રહેવાથી નારણભાઈ ભવાનીશંકર નંદી નામના ૨૬ વર્ષીય યુવાનને મકનસર પાસેના એક્સેલ સિરામિક નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.






Latest News