મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિડા ગામે જુગાર રમતા પાંચ પકડાયા 


SHARE









વાંકાનેરના રાતાવિડા ગામે જુગાર રમતા પાંચ પકડાયા 

વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામે પાદરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૭૫૦  રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે પાદરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવતા સુખદેવભાઈ ધનજીભાઈ ઉઘરેજા, હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા, દેહરભાઇ મોહનભાઇ ઉકેડીયા, લાખાભાઇ જેસાભાઇ અબાસણીયા અને ગણેશભાઇ પ્રભુભાઇ ભવાણીયા જુગાર રમતા મળ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૭૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

દેશી દારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં ખાણ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં સ્થળ ઉપરથી ૩૩૫ લીટર દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તેમજ અન્ય ભઠ્ઠીના સાધનો, ગેસનો બાટલો, ગેસનો ચૂલો વગેરે મળી આવતા પોલીસે કુલ મળીને ૧૮૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી લીલાપર ગામે રહેતા નવઘણભાઈ જેઠાભાઈ દેગામાની હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News