મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાંથી કામ શોધવા નીકળ્યા બાદ ગુમ થયેલ પરિણીતા બે સંતાનો સાથે મળી આવી


SHARE









મોરબીના સિરામિક કારખાનામાંથી કામ શોધવા નીકળ્યા બાદ ગુમ થયેલ પરિણીતા બે સંતાનો સાથે મળી આવી

રફાળેશ્વર ગામ પાસે આવેલ સિરામિક કારખાનાની અંદર રહીને મજૂરીકામ કરતા યુવાનની પત્ની તેના બે સંતાનો સાથે ગુમ થઈ ગયેલ હતી જે પરિણીતા અને બે સંતાનો પોણા ચાર વર્ષે ઉજજૈનથી મળી આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના મેનાખેડી ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ વિટા સિરામિક ખાતે રહીને મજૂરીકામ કરતાં દયારામભાઈ મહેતાબજી માલવીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતુ કે ગત તા. ૨૬/૭/૨૦૧૮ ના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં તેની પત્ની લાડકુવરબાઇ દયારામભાઈ માલવિયા મોરબી લગધીરપુર રોડ ઉપર આવેલ રિકોવા સિરામિક ખાતેથી બાજુના કારખાનામાં મજૂરી કામની તપાસ કરવા માટે જાઉં છું તેવું કહીને નીકળી હતી અને ત્યારે તેની દીકરી રીંકા (૧૦) અને દીકરો મોનુ (૮) ને સાથે લઈને ગઈ હતી ત્યારબાદ તેની પત્ની લાડકુવરબાઇ અને બંને સંતાનો ગુમ થઈ ગયેલ હતી જેને શોધવા માટે કવાયત કરવામાં આવતી હતી દરમિયાન ઉજજૈન ખાતે રહેતા રામબાબુ બાબુસિંગ સાથે તે છેલ્લાં પોણાચાર વર્ષથી રહેતી હોય ત્યાંથી મળી આવી હતી અને પરિણીતા તેમજ બંને સંતાનો પણ ત્યાંથી મળી આવ્યા હોય હાલમાં તે આ અંગેની મોરબી તાલુકા પોલીસ ચોપડે નોંધ કરીને આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવી રહી છે

યુવાન સારવારમાં

મોરબીના ઢુવા પાસે આવેલ સિરામિક યુનિટમાં માથાના ભાગે લોખંડનો પાઈપ પડતાં નવલકિશોર નરેન્દ્રશંકર કશ્યપ નામના ૨૯ વર્ષીય યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ જીપેન સિરામિક નજીક ફીનાઇલ પી જતા દેવાંગ જગદીશભાઈ ઝાલા નામના ૨૨ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.




Latest News