મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સમાં ધૂળેટીની ઉજવણી સમયે સગીરા ગુમ: હજુ પત્તો નહી !


SHARE









મોરબીના ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સમાં ધૂળેટીની ઉજવણી સમયે સગીરા ગુમ: હજુ પત્તો નહી !

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે મુકવામાં આવેલ સગીરા ભાગી ગયેલ છે જેથી કરીને હાલમાં આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને સગીરાને શોધવા માટે તેને જુદી જુદી દિશામાં કવાયત શરૂ કરે છે જોકે, ધુળેટીના દિવસે સગીરા ભાગી ગયેલ છે તેમ છતાં પણ આજ સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગ્યો નથી તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબી શહેર વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે મૂકવામાં આવેલ સગીરા તા. ૧૮ ના રોજ ત્યાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતેથી તકનો લાભ લઈને બાથરૂમ જવાનું કહી ગુમ થઈ ગયેલ હતી જેથી કરીને હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે જ્યારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે મોરબી જિલ્લાના પોલીસ વડા સહિતના અધિકારીઓ અને આગેવાનો ત્યાં હાજર હતાં ત્યારે સગીરા તકનો લાભ લઈને ત્યાંથી ભાગી ગયેલ છે અને મોરબી બી ડિવિઝન પોલીસ તેને શોધવા માટે કવાયત કરી રહી છે જો કે, ધૂળેટીના દિવસે ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સમાંથી નીકળી ગયેલ સગીરાનો હજુ સુધી કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે




Latest News