મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા


SHARE









ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા જે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાષ્ટ્ર હિત, શિક્ષકહિત અને છાત્રહીત માટે કાર્યરત સંગઠન છે.આ સંગઠનના કાર્યકર્તાઓ શિક્ષકો માટેના પ્રશ્નો, સમાજહિતના કાર્યક્રમ માટે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણી સાથે મુલાકાત માટે ગયા હતા.જેમા દિનેશભાઈ વડસોલા (અધ્યક્ષ), હિતેશભાઈ ગોપાણી (સૌરાષ્ટ્ર સંભાગ સહસંગઠન મંત્રી), હરદેવભાઈ કાનગડ, કિરીટભાઈ દેકાવડીયા (ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) સહીતની ટિમ ગાંધીનગર પહોંચી હતી.જોકે ત્યાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સૌને સ્નેહપૂર્વક આવકાર્યા હતા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરાવી આપી હતી.તેમજ શૈક્ષણિક તેમજ આગામી કાર્યક્રમો વિશે ચર્ચાઓ પણ કરી હતી.આમ ફરી એકવાર બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા પ્રત્યેનો પોતાના સ્નેહ અને પ્રજાવત્સલતાના દર્શન કરાવ્યા હતા.જેના બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  દ્વારા શિક્ષણમંત્રી અને પંચાયત મંત્રીનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.




Latest News